Get it on Google Play
Download on the App Store

વડાપ્રધાન

ભારતના ૧૫મા વડાપ્રધાન તરિકે શપથ લઈ રહેલા નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ૨૬ મે ૨૦૧૪ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા. તેઓ ભારતના સૌથી પહેલા એવા વડાપ્રધાન છે જે આઝાદી પછી જન્મ્યા છે.[૫૭] ઇતિહાસમાં પહેલી વખત મોદીએ તેમના શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સાર્કના બધા જ વડાઓને આમંત્રણ આપ્યું;[૫૮] હાજર રહેલા આમંત્રિતોમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફ,[૫૯] શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષા, અફઘાનિસ્તાનના પ્રમુખ હમિદ કરઝાઇ, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગે, નેપાળના વડાપ્રધાન સુશિલ કોઇરાલા, માલદીવ્સના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામિન અબ્દુલ ગયૂમ, બાંગ્લાદેશના સ્પિકર શિરિન શર્મિન ચૌધરી અને સાર્ક નિરિક્ષક એવા મોરિશિયસના વડાપ્રધાન નવિન રામગુલામનો સમાવેશ થાય છે.